મસુરીની બર્ફીલી એ રાતે…
જ્યારે નીરવ રાતનો સન્નાટો લહેરાતો હતો..
સઘળા પાંદડા.. પુષ્પ… જાણે કે…
નિંદિયારાણીના આગોશમાં હતાં.. ને.. ત્યારે..
ધીરે-ધીરે.. આસમાન ના કિનારેથી..
જમીન ઉપર ઉતરી આવતી ભીની.. મુલાયમ ચાદર..
જાણે ધરતીને ઓઢાડવા આવેલી એ..સફેદ બૌછાર..
ધીરેથી આવીને ફેલાઈ ગઈ…
બુંદ બુંદ જાણે કે તારલા જેવી જ સફેદ..
પણ, હા… ઠંડી મુલાયમ એ હિમકણો…
ચાંદી જેમ જ ચમકી રહી હતી રસ્તામાં…
પાંદડે પાંદડે … પુષ્પે પુષ્પે…
આસમાન જમીનને ઘેરી રહ્યું હતું કે પછી…
આસમાન જી ભરીને રડી રહ્યું હતું…?
બધું જ શૂન્ય જેવુ સ્થિર હતું.
તરુવર પણ થોડા ઝૂકીને નમ્યા હતા..
બધા જ પહેરી રહ્યા હતા આ પોશાક સફેદ…
કોઈ જ ભેદ નહિ.. બધા જ એક રંગી સફેદ…
આ કેવી રચના , ઘટના , માયા હતી ?
શું રાવણે મારીચને મોકલ્યું હતું ?
આ સુંદરતા જોઈ હું સ્તબ્ધ હતી !
ઈશ્વરની એકલે હાથે આવી બધી કેટલી રચનાઓ ?
કોઈ જ શબ્દમાં ન વર્ણવાય એવું….,
એ અલૌકીક દ્રશ્ય હતું …!
નરમ , સાફ , ઉજળું ઉજળું , મીઠું મધુરું…
એ દ્રશ્ય હતું…!
ધરતી ની છાતી પર ચમકતું કંઈક રૂ જેવું…
એ કેટલી મુલાયમતાથી પડી રહ્યું હતું..!
ધીરે-ધીરે પડતું..થીજતું… પીગળતું….
અગર એ આસમાનનુ રુદન હોય તો..
એ રુદન પણ કેટલું સુંદર હતું..!
જાણે એના તારાઓને ખરાવીને…એ…
ધીરે-ધીરે ખોળો ભરે છે… ધરતીનો !
મસુરીની..એ..બર્ફીલી રાત…!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s