#gujarati bhajan

“ભજન”
ઓ મનવા તું ધર ને ધીરજ..
છોડ હવે કાયાની માયા !
તારા આતમને અજવાળ,
હવે તો રામ આવશે !
કર્યા કીધા કર્મો તે તો..
જાણે હો ઘાંચીનો બળદ !
તારા ખભેથી ધૂરી ઉતાર,
હવે તો રામ આવશે !
જોને આખું આયખું વિતાવ્યું..
રોટલા ને ઓટલામાં !
કેવો થાક્યો છે આ જીવ,
હવે તો રામ આવશે !
જિંદગીનો સુરજ પહોંચ્યો…
આથમણી પશ્ચિમની કોર,
સિંદુરી સજી છે સાંજ..
હવે તો રામ આવશે !
મોહ- માયાની ગઠરી છોડો..
સમેટી લો ને દોડધામ સઘળી !
પ્રભુમિલન નો કર ઇન્તજામ,
હવે તો રામ આવશે !
હવે તો રામ આવશે
-શર્મિષ્ઠા.”શબ્દકલરવ”
સુરત.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s