હે… ઈશ્વર !
ખરેખર નોખા જ છે,
તારા કાયદા-કાનૂન !
જન્મે, એનું મૃત્યુ તો નિશ્ચિત.
પણ…, કાળે-અકાળે..?
કાંઈ જ નથી નિશ્ચિત.
વળી, પળ-પળ જનમતી
આ ઇચ્છાઓ, એને જન્મવાને
કોઈ કાયદા-કાનૂન જ નથી.
ને વળી પાછું એનુંય મૃત્યુ.
હા, એ પણ એવું જ..
કાળે-અકાળે, ગમે ત્યારે…!
છે દરેકને ચોપડે.
કંઈ નોખાં અનોખાં.
કેટલાંયે કાયદાઓ..
ને વળી, બધાયના અહીં તો,
નોખાં જ ન્યાયાધીશ..!
ઓહ્…ઈશ્વર !
તું જ જાણે…
તારા કાયદા, ને તારા કાનૂન !
અમે તો કરીએ તને…
સત-સત નમન…🙏🏼
-શર્મિષ્ઠા.”શબ્દકલરવ”
સુરત.
