હા હું છું થોડી નારાજ ..
તારાથી !
પણ, એથી તને શું?
મારી નારાજગીનો હવે ,
તને ક્યાં કોઈ ફર્ક જ પડે?
મનાવવાનુ તો જાણે તું,
વર્ષોથી ભુલી ગયો.
તેથી મેં પણ જાણે,
હવે રિસાવાનુ છોડી દીધું.
પણ….તેથી શું?
સંબંધો ક્યાં હવે પહેલાં જેવા રહ્યા ?
એક ઘરેડ બની ગઈ આ જીંદગી !
પણ…આ તો અંત નથી ને ?
કેમકે, હજીયે શ્વસે આપણાં બન્નેમાં…
એ પહેલો પ્રેમ!
એની બુંદો હજીયે, આપણને મદહોશ કરે જ છે ને…
તું બધુંય જાણે, સમજે,
છતાંય અનદેખુ કરે !
તેથી જ હું નારાજ છું.
પણ…આ નારાજગીની આરપાર..
હજીયે સ્પષ્ટ , પારદર્શક પ્રતિબિંબિત
આપણો એ પ્રથમ પ્રેમ..
અને…. તેથી જ…તો…
હવે હું જરાય નારાજ નથી…
હું ફરીથી સ્ફુરીશ, તારામાં..
એ પ્રેમના સ્પંદનો… એ એહસાસ…
હું જઈશ આરપાર…
આપણી વચ્ચેના અહમને ભેદવા, કોઈપણ ભોગે…
મારી નારાજગી ત્યજીને…
કેમ કે, હું તને ચાહું છું….
ખુદથીયે વધું….
-શર્મિષ્ઠા.”શબ્દકલરવ”
