કોણ આવી મ્હેંક રેલાવી રહ્યું હળવાશથી.
જીંદગી બસ એકદમ મ્હેંકી ઉઠી સહવાસથી.
સાવ સુક્કા ચાસ સમ માટી હતી ને તે છતાં,
ફૂલડાં તો ખીલવા લાગ્યા મધુરી આશથી.
નામ એનું લઈ શકું, હિંમત રહીના એટલી.
હું કવન શણગારવા એ વાપરું બસ પ્રાસથી.
મેં સજાવી હસ્તરેખા પણ થયું ના જે મિલન,
રોજ હું માણું હવે પ્યાલી ભરી નિ:શ્વાસથી.
ફક્ત તારા નામથી સજતી ભલેને મ્હેફિલો,
ઝળહળાવી દિપ દિલે, હું ખુદ સજુ અજવાશથી.
જળકમળવત હુંય જો જીવી શકું સંસારમાં,
તો જરૂરત ક્યાં પછી મિથ્યા જગત સંન્યાસથી.
વ્હેંચતા આનંદ મારે મ્હાલવું છે આ જગે,
કંઈ ન રાખું આશ કો’થી, જીવવું વિશ્વાસથી
-શર્મિષ્ઠા. “શબ્દકલરવ”
સુરત.
