સૂર્યપુત્રી : તાપી નદી
સૂર્ય પુત્રી જ્યાં સદા લહેરાય છે
ભવ્યતમ્ સૂરત નગર વખણાય છે
છે સતત નાવિન્ય એની લ્હેરમાં,
રુપ નગરનું એ થકી સોહાય છે.
છે કિનારે કેટલાયે મંદિરો,
નીર પાવન પ્હાડ થી રેલાય છે
પ્હોંચતા જ્યાં નીર એનાં વ્હાલના.
ખુશહાલી ત્યાં સકળ ફેલાય છે
જેમ માતા સાચવે છે બાળને,
નીરથી એનાં નગર સચવાય છે.
જ્યાં જતન થાતું કુદરતી વ્હેણનું,
ત્યાં કૃપા દૈવી સ્વરુપ વરતાય છે.
-શર્મિષ્ઠા.”શબ્દકલરવ”
સુરત
