#gujarati #poem. #monsoon

હું ને મનમૌજી ?
વળી, કયારેક કહો હું નિર્દયી.
હંમેશાં અપજશ મનેજ !
શાને બદનામ કરો છો મને ?
તમે જ જવાબદાર છો,
આ મારા નિર્દયીપણા માટે.
જુઓ વૃક્ષો તમે કાપ્યા,
જંગલોનો નાશ તમે કર્યો.
પર્વતો તોડી, તળેટીઓ બનાવી,
રસ્તાઓ, મકાનો બનાવ્યા.
આડેધડ વાહનોનો ઉપયોગ
અને આ ઉદ્યોગીકરણ.
બધું જ તમે કર્યું.
તમારા વસવાટ, તમારી સુવિધા માટે,
કેટલું બધું કર્યું કુદરતના નિયમ વિરુદ્ધ.
સૃષ્ટિના સમગ્ર તત્વને તમે ખોરવ્યા.
પછી વધ્યુ પૃથ્વીનું તાપમાન..આડેધડ !
ઋતુચક્ર પણ ખોરવાતું ગયું.
એમાં મારું પણ સંતુલન ખોરવાયજ ને ?
ખોરવાયું મારુ ઉદ્ગમ, મારી દિશાઓ.
થાઉં હું પણ ક્યારેક દિશાવિહીન
ક્યારેક સુક્કો તો ક્યારેક લીલો દુકાળ.
કરું બધુંય વેરવિખેર.. વેરવિખેર !
એમાં તમે ગણાવો મને દોષિત.
પણ શાને ?
વિચારો…

– શર્મિષ્ઠા.”શબ્દકલરવ”
– સુરત

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s