જ્યાં
કરી હતી ક્યારેક,
નિરવ મૌનની ઉજાણીઓ.
ન ફોરાં, ન બૂંદો, ન ધોધમાર,
તે છતાંય ખીલ્યાં હતાં જ્યાં,
સપનાં સતરંગી. જે તરુવરને છાંયડે !
જ્યાં થયાં હતાં કદીક,
સ્નેહથી તરબતર.પછી તડપતાં રહ્યાં,
તોય ના મળ્યાં કદી. એ તરુવરને છાંયડે !
જેને, શોધ્યો અપાર
આ કોરી આંખોની છાજલીએ.
તો કદીક ભીની પાંપણને નેજવે.
તોય ના મળ્યો કદી એ તરુવરનો છાંયડો !
-શર્મિષ્ઠા.”શબ્દકલરવ”
ज्यां
करी हती क्यारेक
निरव मौननी उजाणीओ
न फोरां, न बूंदो, न धोधमार
ते छताय खील्या हतां त्यां
सपना सतरंगी, जे तरूवर ने छांयडे़
ज्यां थया हतां कदीक,
स्नेह थी तर-ब-तर। पछी तड़पता रह्यां
तोय ना मल्या कदी, ऐ तरूवर ने छांयडे़।
जेने शोध्यो अपार
आ कोरी आँखों नी छाजलीये
तो कदीक भीनी पांपण ने नेज़वे
तोय ना मल्यो कदी ए तरूवर नो छांयड़ो।
-शर्मिष्ठा.