#gujaratisong#gujaratipoetry #kavita #lovesong #dard

એક ગીત.

*^*^*^*^*^*^*^*^*^*^*^*^*^*^*

મીઠાં મનમોહક સપનાની આડમાં રાચતાં..

મને ગમતીલાં ઢોળાવે ઢાળમાં ઢાળતાં…

આ..હા.. મીઠાં રે.. (૨) દર્દ તને ખમ્મા ખમ્મા !

મારા મીઠાં રે દર્દ તને ખમ્મા ખમ્મા !

પાંપણો ખુલતાજ આમતેમ ઉડતાં,

મનની શેરીઓમા રોજ રોજ ઘુમતાં,

કેવા દુનિયાની વાતોથી બેપરવા લાગતાં…

મીઠાં મનમોહક સપનાની આડમાં રાચતાં..

આ..હા..મીઠાં રે.. (૨) દર્દ તને ખમ્મા ખમ્મા !

મારા મીઠાં રે દર્દ તને ખમ્મા ખમ્મા !

ઉંબરની ઓલી કોર, આંગણના મોડથી,

આકાશે જઈ ચડ્યા, તારલાના મોહથી,

કેવા લપાતાં, છુપાતાં, મર્યાદા લાંઘતાં..

મીઠાં મનમોહક સપનાની આડમાં રાચતાં..

આ..હા..મીઠાં રે.. (૨) દર્દ તને ખમ્મા ખમ્મા !

મારા મીઠાં રે દર્દ તને ખમ્મા ખમ્મા !

– શર્મિષ્ઠા. “શબ્દકલરવ”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s