ભીની ભીની ક્ષણ સીંચી લઉં
ધડકન કેરાં ધણ સીંચી લઉં.
કાશ અડે જો દિલનાં સ્પંદન
તન-મનના વળગણ સીંચી લઉં.
પ્રેમસહારો તારો મળતાં,
આખેઆખું રણ સીંચી લઉં.
જીવનના રંગો બદલાતાં,
સોનેરી સમજણ સીંચી લઉં.
મીરાં એ ગુંથ્યું’તુ એવું
મીઠેરું સગપણ સીંચી લઉં.
નરસૈયાના તાલે તાલે,
રાસ મહી જીવણ સીંચી લઉં.
-શર્મિષ્ઠા”શબ્દકલરવ”
-સુરત.