એક પ્રિયતમ, એક બારી, એક દરિયો.
થઇ ગયું સઘળું જગત લો, પ્રેમ દરિયો.
એ નજર ને એ ઇશારા વાત મીઠી,
રાત-દિનની છે મમત એ સ્નેહ દરિયો.
બાગનો ભમરોય જાણે વાત સઘળી,
સ્હેજ ખુશ્બુ સંઘરે ના ભેદ દરિયો ?
બાગમાંથી વાત સરતી ગામમાં ગઇ,
તે પછી તો આગ સાથે ખેલ દરિયો.
ઊફ થનગન, ઊફ ધકધક, ઊફ ધગધગ,
એક પીડા, આંખ રિમઝિમ, મેઘ દરિયો.
-શર્મિષ્ઠા.”શબ્દકલરવ”
-સુરત.