ઠાંસી ઠાંસીને ભર્યુ જાતમાં તારાપણું
શ્વાસે ને શ્વાસે દિલ શ્વસે તારાપણું.
કહે, કેમ રે વિસારું હવે ?
કાચના દર્પણમાં આભા પ્રતિબિંબની,
છે દિલનાં દર્પણમાં એમ છબી તારી.
કહે, કેમ રે મિટાવું હવે ?
છાપ્યો હો અક્ષર જેમ કોરાં કાગળમાં,
અવતારને પાને પાને ઘૂંટાયો એમ તું.
કહે, કેમ રે છેકાવું હવે ?
ઘોર અંધારે જેમ ટમટમે છે દીવડો,
ખોરડું ઝગમગ એમ તારા અજવાશે.
કહે, કેમ રે બુઝાવું હવે ?
એને કદી ના બુઝાવું હવે !
તને કદી ના વિસારું હવે !
–શર્મિષ્ઠા.”શબ્દકલરવ”
–સુરત.