બસ ને મેઘા
કેટલું વરસસે ?
વિરમ હવે.
આટલો પ્રેમ
પણ સારો નથી હો !
વિરમ હવે.
પ્રેમ કે વર્ષા
અતિ બધું નકામું
વિરમ હવે
માપમાં રહો
થાઓ સૌનાં વહાલા,
વિરમ હવે.
બચાવ થોડું
વ્હાલ ઓણની સાલ,
વિરમ હવે.
આવતે સાલ
ફરી કરજે મ્હેર
વિરમ હવે.
-શર્મિષ્ઠા.”શબ્દકલરવ”