જાતને જાતમાં વાળવું છે.
એ બહાને સ્વને જાણવું છે.
કૈં છિદ્ર કોતરી વાંસમાંથી,
રાગ સૂર મધુ આલાપવું છે.
આંખ છલકી ઉઠે દર્દથી પણ,
પ્રેમ અંજન ફરી આંજવું છે.
ખીલતા ફૂલ, વ્હેલી પરોઢે
રાતરાણી બની મ્હેંકવું છે.
ઝગમગે દીવડો પ્યારનો તો,
જાતને જ્યોત સમ બાળવું છે.
-શર્મિષ્ઠા.”શબ્દકલરવ”
-સુરત.
ખૂબ જ સરસ ગઝલ
LikeLiked by 1 person
ખૂબ ખૂબ આભાર…🌹
LikeLike