એક નાર નવેલી,
સરોવર પાણીડે
ઝબોળી અંગ અંગ
નિતરતા પાણીડે
રેલાવે સૌંદર્ય.
જાણે નાર નવોઢા
પિયુના પ્રથમ સ્પર્શે
સમેટાય ખુદમાં
ઢળતા નયનમાં
લઈ લજ્જા લાવણ્ય.
નખશીશ સોહે, પ્રણય રંગે
ઊમેરાઈ આભા
સોળ સોળ શણગારે
નિખરે તન-મન
ઊફ…
એ ટીકો, એ બાલી,
એ મૌન બોલકા ઓષ્ઠ
એ કંઠહાર
લાલ-લાલ ચુડલો
ને છુટ્ટા છે કેશ.
સફેદ સાડીમાં વિટાળી પવિત્રતા
લાલ ઝાંયમાં દિપતુ યૌવન લઈ
આલ્તારંગી મૃદુ, નાજુક પગલે
માંડે છે ડગ મક્કમ
ભાવિના સોનેરી શોણલે.
એક નાર નવેલી,
-શર્મિષ્ઠા.”શબ્દકલરવ”
-સુરત