આ હ્દયને ચાહવાને પણ બહાનાં જોઈએ.
જે મળ્યું એ માણવાને પણ બહાનાં જોઈએ.
અટપટી છે આ સફર ને રાહ એની લાંબી લચ,
કો’ક સંગે ચાલવાને પણ બહાનાં જોઈએ.
આસપાસે વાડ ખેંચી ખુદ મહીં મ્હાલ્યા કર્યું,
પંડને વિસ્તારવાને પણ બહાનાં જોઈએ.
ભુલભુલૈયા સ્વ મહીં, ને જગ થકી છે તકલીફો.
જાતને આલોચવાને પણ બહાનાં જોઈએ.
સત્ય માર્ગે ચાલવું પણ ક્યાં સરળ આ સંસારે ?
શાંતિ જગમાં સ્થાપવાને પણ બહાનાં જોઈએ.
રોશની થઇ ઝળહળો ખુદ દીવડાઓ પ્રગટાવો,
દર્દને શણગારવાને પણ બહાનાં જોઈએ.
-શર્મિષ્ઠા.”શબ્દકલરવ.
आ ह्रदय ने चाहवा ने पण बहाना जोईए।
जे मल्युं ए माणवा ने पण बहाना जोईए।
अटपटी छे आ सफ़र ने राह एनी लांबी लच,
को’क संगे चालवा ने पण बहाना जोईए।
आसपासे वाड़ खेंची खुद महीं म्हाल्या कर्यु,
पंड ने विस्तारवा ने पण बहाना जोईए।
भुलभुलैया स्व महीं, ने जग थकी छे तकलीफों,
जात ने आलोचवा ने पण बहाना जोईए।
सत्य मार्गे चालवुं पण क्यां सरल आ संसारे ?
शांति जग मां स्थापवा ने पण बहाना जोईए।
रोशनी थइ झળहળો खुद दीवडा़ओ प्रगटावो,
दर्द ने शणगारवा ने पण बहाना जोईए।
-शर्मिष्ठा.”शब्दकलरव”.