જીવન સફરમાં પલપલ બદલાતાં,
લાગે નવાં પણ આ રસ્તા જુના જ છે.
ઘડીક સૂમસામ, ઘડીક ભરચક.
રડાવતા, હસાવતા રસ્તા જુના જ છે.
ઘડીક બાગ ને ઘડીક આગ,
જાતને ઝંપલાવવાના રસ્તા જુના જ છે.
ગઝલ કહો, ગીત કહો કે કહો શાયરી,
દિલને બહેલાવવાના રસ્તા જુના જ છે.
નથી આસાન આમ ભૂલવું દર્દને,
ઝખ્મો પંપાળવાના રસ્તા જુના જ છે.
પ્યાર નાસુર બની ફેલાય રગેરગે,
હાડને ગાળવાના રસ્તા જુના જ છે.
લૈલા-મજનુ કે રોમિયો-જુલિયેટ,
પ્યારમાં ફના થવાના રસ્તા જુના જ છે.
-શર્મિષ્ઠા”શબ્દકલરવ”
-સુરત.
એક એક શબ્દ, દિલને સ્પર્શી ગયા…😊👌👍
LikeLiked by 1 person
ખૂબ ખૂબ આભાર..🌹🌻😊
LikeLiked by 1 person
👌🏼👌🏼
LikeLiked by 1 person
Thanks
LikeLiked by 1 person
Translate in hindi
LikeLiked by 1 person
Will try latter..
LikeLike