હું ચાહું છું..
મારાં એકાંતને,
જે મને તારી યાદોથી સરભર રાખે છે.
હું ચાહું છું..
મારાં સ્વપ્નોને,
જે તારી સાથે મિલન કરાવે છે.
હું ચાહું છું..
આપણાં સમયને,
જે તારી સંગમાં વિતાવ્યો છે.
હું ચાહું છું..
એ બધાંયે સવાલોને,
જેનો જવાબ ફક્ત તું જ છે.
હું ચાહું છું..
મારાં જ દિલને,
જેમાં ફક્ત તું જ સમાયો છે.
હું ચાહું છું..
મારા એ નિર્ણયને,
જેનાથી હું તારી સાથેજ બંધાઈ છું.
-શર્મિષ્ઠા”શબ્દકલરવ”
-સુરત