#gujaratigeet #virahgeet #waterfallsong #kavita

ઘુઘવતા સ્વર સદા મનમાં ભમરાતાને, ઊર્મિઓ કરતી તલસાટ..
સાત સાત ભવનાં અરમાં મચલતાને, અંતરે ઉઠતો રઘવાટ..
ઉંચેરા પ્હાડની મોંઘી ઠકરાટ છોડી, ઝરણાએ મૂકી છે દો..ટ.
ઝરણાંએ મુકી છે દો…ટ, મળવા સાગરને, મળવા સાગરને…

રસ્તા રોકીને પર્વતો વિનવે, તરુવરો વિનવેને, વિનવે છે ઉંચેરા આભ…
રસ્તા વચાળે ક્યાંક કલરવ ગુંજવતા ને રોકે છે પંખીઓના સાદ.
ન માને અતરંગી એની તામજામ મોટી, ઝરણાંએ મૂકી છે દો..ટ.
ઝરણાંએ મુકી છે દો..ટ, મળવા સાગરને, મળવા સાગરને…

જાણે વહેતું તરંગિત દર્દીલું ગાયનને, ગાયનમાં વહેતું સંગીત.
વિરહની વેદના એવી અકળાવે કે, ખળભળતી રાખે ઉમ્મીદ.
રાહે પથરીલી એ તો વહે મનમોજી, ઝરણાએ મૂકી છે દો..ટ.
ઝરણાંએ મુકી છે દો..ટ, મળવા સાગરને, મળવા સાગરને…

-શર્મિષ્ઠા.”શબ્દકલરવ”.
-સુરત.

2 thoughts on “#gujaratigeet #virahgeet #waterfallsong #kavita

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s