#gujaratikavita #achchhandas #poetry #feelings #thought

જુઓ ને..
આ મન, નિ:શબ્દ થઇ
કેટલું ગણગણે છે ભીતરે ?

ક્યારેક એ કહે છે કે,
આ હ્રદયની માટીને
ભાંગીને ભુક્કો કરી નાખ.
વરાપ આપી સુકવી નાખ
આ બધાં અધુરા અરમાનોને.

પછી નવા ચાસ પાડી
મૌસમને અનુકૂળ
મ્હોરી શકે એવાં
વાવી દે બે-ચાર
ગમતીલા શોણલાને.
કર જતન
એ નવી-નક્કોર ખેતીનું.

પણ..
આ અધુરા અરમાન
ક્યાંક ફરીને
ઉગી તો ના નીકળે ને ?
કાંટાળા થોર બની.

-શર્મિષ્ઠા.”શબ્દકલરવ”.

3 thoughts on “#gujaratikavita #achchhandas #poetry #feelings #thought

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s