હા, હું સ્ત્રી છું.
ઊડવાની અદમ્ય ઈચ્છા છતાં
હું જાતે જ મારી પાંખો
સંકેલી પુરાય જાઉં છું,
ઘર-સમાજ નામના પિંજરામાં !
તરવામાં પણ માહિર છું છતાં
શરીરે મણ-મણના
બંધનો બાંધી બેસી જાઉં છું,
ઈચ્છા સાગરને તળિયે !
ખુદ રૂપાળી છું, મગરૂર છું
અને પગભર પણ છું છતાં
સર્વ કલાઓને સંકેલી લઈ
ભરમાતી રહું, પ્રેમની મોહજાળમાં !
પણ હું પરાજીતા નથી. તેથીજ..
જ્યારે આકાશની અનંતતા પુકારે,
મનની ગહનતા તડપાવે
કે,મનુજ ગરિમા માથું ઉંચકે.
ત્યારે સર્વે બંધનો તોડી
કરી બેસું છું બળવો પોતાની
કે પોતાનાની સાથે
ને ત્યારે ત્યારે, એક નવલું રૂપ ધરી
હું ફરી પ્રગટુ છું ખુદમાં.
આત્મવિશ્વાસની આભા થકી !
હા, હું સ્ત્રી છું.
-શર્મિષ્ઠા”શબ્દકલરવ”.

Behtarin likha hai….waise Hindi me translate kar dete to aur suvidhaa hoti padhne men.
LikeLiked by 1 person
Sudhari bar koshish karungi..
Aabhaar dil se
LikeLike