જાણી શકે તો જાણ કે હું કેટલું ચાહું તને.
આ ધડકનો આપે પુરાવા, એટલું ચાહું તને.
સાંભળ ઘડી કે બેઘડીનો આ પ્રણય મારો નહીં.
દિલમાં દિપક થઇ ઝળહળે તું, એટલું ચાહું તને.
ગણવું જ હોયે તો ગણી લે આભ કેરાં તારલા.
માણી શકે તો માણજે, હું જેટલું ચાહું તને.
-શર્મિષ્ઠા”શબ્દકલરવ”.
