#gujaratigeet #song #poetry

એક ગીત
~~~~~~~~~~~~~
આ મધ મધ મ્હેંકી વાડી રે !
હરિ એનો વનમાળી રે !
ઝરમર ઝરમર અમી સરીખી,
આભથી વરસે હેલી રે ! (૨)

ભીનેવાન સી ભીની મંટોડી,
નીંદણ ચોખ્ખી ક્યારી રે !
બટમોગરો ને ચંપો ચમેલી,
મહેંક મહેક રાતરાણી રે ! (૨)

જાત ઝબોળી જાતમાં મારી,
ભરતો રહું પ્રેમ પ્યાલી રે !
મુજ સરીખા મળે જો રાહી,
કરતો રહું હું લ્હાણી રે ! (૨)

રંગત લાવી મહેનત મીઠડી,
મોલ મલકતાં ભાળી રે !
થાકું ત્યારે વાદળ લ્હેરાવી
હરિ કરે મીઠી છાંયડી રે ! (૨) આ મધ મધ…

-શર્મિષ્ઠા”શબ્દકલરવ”.

6 thoughts on “#gujaratigeet #song #poetry

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s