એક ગીત :
એણે અવસર બહાને થોડું સ્પર્શી લીધું.
અમે સ્નેહ કેરો સ્પર્શ માની માણી લીધું.
એણે અવસર…
મીઠા એ સપનામાં વીતી ગઈ ભોર,
લાંબી લચક પછી આખી બપોર. (૨)
ઢળતી રે આશ જાણે ઢળતી હો પ્હોર,
તોયે યાદે ને યાદે અમે મ્હોરી લીધું..
એણે અવસર બહાને થોડું સ્પર્શી લીધું.
અમે સ્નેહ કેરો સ્પર્શ માની માણી લીધું.
જાણે કેટલીયે વાત ગૂંથી આસપાસમાં,
માણતા રહ્યા અમે શ્વાસશ્વાસમાં..(૨)
ભલે એકજ ફાગણ ફોર્યો આયખામાં,
અમે ઉજ્જડ વગડામાં ફોરી લીધું..
એણે અવસર બહાને થોડું સ્પર્શી લીધું.
અમે સ્નેહ કેરો સ્પર્શ માની માણી લીધું.
-શર્મિષ્ઠા.
