નથી કોઈ તાળું, નથી કોઈ ચાવી.
વળી જા તું ભીતર અલખને સંભારી.
નથી કોઈ રસ્તો, નથી કોઈ મંઝિલ.
ફરી વળ તું ખુદમાં નજરને ઝૂકાવી.
રખેને ભરમાવે હથેળીની રેખા
સહજ સઘળું લાગે કરમને સ્વીકારી.
હરણ ઈચ્છાના લે વળાવી ધીરેથી,
જગતનાં છે સઘળાં, પ્રલોભન માયાવી.
પરમની ચાહતને ભરી લે શ્વાસોમાં,
કરી દે અજવાળું, સ્વયંને પ્રગટાવી.
વહી જાયે પળપળ ઝરણ જેવી સર..સર..
અમીરસ પી લે તું સમયને શણગારી.
-શર્મિષ્ઠા”શબ્દકલરવ”.

સરસ મેમ …👌
LikeLiked by 1 person
આભાર.. દિલથી🌹
LikeLike