એક એક દીવડો પ્રગટાવો
સાથી દીવડો પ્રગટાવો !
એકમેકને દિયો રે સધિયારો
સાથી દીવડો પ્રગટાવો !
સૂના પોળ, મોહલ્લા ને સૂના રાજમાર્ગો..
માનવી પુરાયા પિંજર જાણે જેલવાસો..
સંપના સંકલ્પે સાથી સંગ રે સોહાવો !
દીવડો પ્રગટાવો, સાથી દીવડો પ્રગટાવો !
થોક થોક વૈભવ તોયે માનવી બિચારો
નજરના આવે ક્યાંયે ઉગરવાને આરો
ધીરે ધીરે આતમનું તિમિર ભગાવો !
દીવડો પ્રગટાવો, સાથી દીવડો પ્રગટાવો !
-શર્મિષ્ઠા”શબ્દકલરવ”.
