શબ્દ સુણવા મન અધીરું તળવળે.
આ અબોલે તો હ્રદય મારું બળે.
નૈન નખરાળા કહે કંઇ શાનમાં,
કૈંક અરમા દિલ મહીં ટોળે વળે.
છે અસર કેવીક એના પ્યારમાં
કે નજર મળતાં દિલે શાતા મળે
વ્હેણ થઇ ધસમસ વહે એ રક્તમાં
એક દરિયો આ દિલે પણ ખળભળે
હાથ ઉઠ્યા છે દુઆ એ માંગવા.
જે તમે માંગ્યું જગત તમને મળે.
-શર્મિષ્ઠા”શબ્દકલરવ”.
