ભાઈ ! જીવનનો લ્હાવો મળ્યો,
જીવી લે તું જીવી લે !
ભાઈ ! આનંદનો અવસર મળ્યો,
માણી લે તું માણી લે !
કાળી-ભમ્મર રાતો વચ્ચે, તારલીયા તો ટમકે છે.
ઘોર નિરાશા વચ્ચે ક્યાંક વીજળીઓ તો દમકે છે.
મનતરુની ડાળીએ બેઠી કોયલીયા તો ટહુકે છે.
ભાઈ ! ધકધક કરતું રુદિયુ મળ્યું,
ધડકી લે તું ધડકી લે !
ભાઈ ! જીવનનો લ્હાવો મળ્યો,
જીવી લે તું જીવી લે !
રામનામનો પરચો એવો પથરા તરતા પાણીમાં.
શ્રદ્ધા કેરા દિપક પ્રગટે, જગમગ કરતાં આંધીમાં
વિશ્વાસ જેને ખુદમાં એનાં વહાણ તરતા રેતીમાં
ભાઈ ! ઝઝૂમવાને મોકો મળ્યો,
ઝડપી લે તું ઝડપી લે !
ભાઈ ! જીવનનો લ્હાવો મળ્યો,
જીવી લે તું જીવી લે !
~શર્મિષ્ઠા”શબ્દકલરવ”.

Beautiful, simply beautiful.
LikeLiked by 1 person
Thank you very much 🌹🌹🌹
LikeLike
Welcome
LikeLiked by 1 person
Thank you very much..🌹
LikeLike