પતંગિયાની પાંખ પર
ફરફરતો સમય
જાણે કે
ઠરી ગયો છે,
ખૌફના ઓછાયા તળે.
લાચાર મનુષ્ય
ઉદ્વેગ ખંખેરી
નિરાંતે બેઠો
રાહ જોઈ રહ્યો છે.
કાળનાં આકરાં, કપરાં
પીળાચટ્ટ બરછટ પાંદડાના
ખરવાની..
ને નવી સુકોમળ
લીલેરી કૂંપળોના
ફૂટવાની…
-શર્મિષ્ઠા”શબ્દકલરવ”.

પતંગિયાની પાંખ પર
ફરફરતો સમય
જાણે કે
ઠરી ગયો છે,
ખૌફના ઓછાયા તળે.
લાચાર મનુષ્ય
ઉદ્વેગ ખંખેરી
નિરાંતે બેઠો
રાહ જોઈ રહ્યો છે.
કાળનાં આકરાં, કપરાં
પીળાચટ્ટ બરછટ પાંદડાના
ખરવાની..
ને નવી સુકોમળ
લીલેરી કૂંપળોના
ફૂટવાની…
-શર્મિષ્ઠા”શબ્દકલરવ”.