મનપંખી, ભરો રે ઊડાન !
મનપંખી, કરો રે પ્રયાણ !
તનની આ કોટડીમાં,
તન છે લાચાર..
મનની તો વાત ન્યારી,
મન છે આઝાદ..
ઓ રે મનવા, કરી લે પ્રયાસ !
મનપંખી, ભરો રે ઊડાન !
ઈચ્છાના અવકાશ ઉપર
શમણાંની ડાળ..
ડાળ ઉપર બેઠાં પંખી
હ્દય આધાર..
ઓ રે મનવા, પાંખોને પ્રસાર !
મન પંખી, ભરો રે ઊડાન..
-શર્મિષ્ઠા”શબ્દકલરવ”.

Lovely poetry.
LikeLiked by 1 person
Thank you very much 🌹🌹🌹
LikeLike
Welcome.
LikeLiked by 1 person