બાણશય્યા પર સૂતો માણસ.
શ્વાસે શ્વાસે ખરતો માણસ.
ઝાકળ જેવું ભીનું ભીનું,
પાંપણ વચ્ચે રમતો માણસ.
વ્યાસે વર્તુળ વધતું જાયે,
કેન્દ્રે તોયે ઘટતો માણસ.
તકલાદી પણ કાચ સરીખું
જીવન ઝળહળ કરતો માણસ.
દુઃખના જ્યારે અજગર ભીંસે,
મ્હેંકી ચંદન બળતો માણસ.
-શર્મિષ્ઠા”શબ્દકલરવ”.
