હો અજવાળું કે અંધારું, સૌનું પોતીકું રજવાડું.
આપણું ધાર્યું કદી ના થાયે, અલખ ધણીનુ ધાર્યું થાયે.
નદી સરોવર મીઠડાં લાગે, સાગરનું જળ ખારું ખારું.
હો મીઠડું કે ખારું ખારુ સૌનું પોતીકું રજવાડું.
એકમેકની અડખે પડખે, ફૂલ કંટકો મસ્ત થઈ ઝૂમે.
અલગારી થઈ એમ જે ઝૂલે, જીવન મ્હેંકે પ્યારું પ્યારું
હો કંટક કે ફૂલડાં સરખું, સોનું પોતીકું રજવાડું.
રોજેરોજની નવીજ બાજી, નવોજ ગલ્લો, નવીજ રાણી.
રમત છે આ સમરસતાની, રમી જાણો તો ભાગ્ય ન્યારું.
હો મનગમતું કે અણગમતુ, સોનું પોતીકું રજવાડું.
-શર્મિષ્ઠા”શબ્દકલરવ”.

Lovely.
LikeLiked by 1 person
Thank you very much 🌷
LikeLike
Welcome.
LikeLiked by 1 person