આડા-અવળા,
ઉપર-નીચે,
ટેઢા-મેઢા
મારતાં જ રહ્યાં
બખિયા ઉપર બખિયા…
ક્યારેક ફાટેલા સપનાઓ ઉપર,
ક્યારેક છુટેલા સંબંધો ઉપર,
ક્યારેક ખુટેલી જરુરત ઉપર,
એમ કરતાં પણ… હાશ !
ટકી તો ગયું.
જીવતરનું આ કાપડું !
ભલેને હોય એ ફાટલુ-તુટલું,
માણી લો તો ભાત ભરેલું.
જીવતરનું આ કાપડું !
-શર્મિષ્ઠા”શબ્દકલરવ”.
