યાદ તોરણ ફરફરે વરસાદમાં
આંખડી ઝરમર ઝરે વરસાદમાં.
કોતરો દિલની બધી ખૂંદી વળે,
કૈંક અરમાં કરગરે વરસાદમાં.
રક્ત થઇને જે વહે છે નશ નશે
એ છબી થઇ તરવરે વરસાદમાં
દિલ પ્રણય ઝંખે મિલન આ ઋતુમાં
વિરહી તડપી મરે વરસાદમાં
સાવ સૂની જીંદગીની રાહમાં,
એક કૂંપળ પાંગરે વરસાદમાં.
પાળ દિલને બાંધવી ક્યાં શક્ય છે ?
આયખું પલળી મરે વરસાદમાં.
રાગ મનના કેમ રે આલાપવા ?
તંગ કમખે લૂ ઝરે વરસાદમાં.
ધોધમારે તું વરસ, પલળાવને !
નાવડી થઇ દિલ તરે વરસાદમાં.
-શર્મિષ્ઠા”શબ્દકલરવ”.

Lovely.
LikeLiked by 2 people
Thanks 🌷🌷🌷
LikeLiked by 1 person