મુજ હ્દયના ત્રણ સંગાથી,
સત્ય, પ્રેમ ને કરુણા !
સદાય સંગ નિભાવે
કદીક પોરસાવે,
કદીક સમજાવે,
કદીક ગભરાવે..
એમ કરતાં સદાય
માપમાં રાખે ને
મોજથી જીવાડે !
મારાં આત્મસન્માન,
આત્મસંતોષ અને
આત્મવિશ્વાસ સાથે !
સત્ય, પ્રેમ ને કરુણા
બની મારી ઓળખ અનેરી !
-શર્મિષ્ઠા”શબ્દકલરવ”.
