આંખોથી ટપક્યું
છાનું છપનું,
પ્રિય અશ્રુબિંદુ !
જીવ્યું ક્ષણિક,
શોષાયું ભીતરે !
સાક્ષી કેવળ ભાવસમુદ્ર !
થઈ પ્રતિતી કંઈક
આનંદિત ક્ષણોનાં
બદલાતા શોક પરિતાપની !
હા હતી, મારીજ કોઈક
નાજુક નબળાઈ એ !
મેં જ સજાવ્યુ’તુ
પાંપણ પલકારે
આનંદ અપેક્ષિત,
અખૂટ, અમાપ
સ્નેહ નીતરતા
ભાવિ શોણલાને !
જે તૂટ્યું ખટાક દઈ !
ને વિખેરાયું રોમ રોમ !
હવે, કેમ રે સમેટવું ?
છાનું છપનું !
-શર્મિષ્ઠા”શબ્દકલરવ”.
