#innervoice
બહું જ ગર્વ હતો, મારા વિચારોનો..
ખુદ પર ખુદના જ પ્રભાવનો !
અલ્હડપણામાં ક્યારેક
કહ્યું હતું સખીઓને..
જોજોને ..હું તો આવી જ રહીશ સદાય !
ને, આજે અચાનક યાદ આવ્યું
તો જોવાય ગયું અરીસામાં !
પણ..હું.. હું..?
હજીયે શોધી રહી છું..
મારા એ ગર્વને…એ મારાં સ્વપ્રભાવને..
શું એ મળશે ?
હવે આટઆટલા આવરણો નીચે..!
-શર્મિષ્ઠા”શબ્દકલરવ”.
