સખી શમણાંના બાગમાં મધમધતા ફૂલડાં વાસંતી વાયરે હિલ્લોળે..!
એની ફોરમતી મ્હેક હાય ! કેમ કરી ખાળુ મને મદહોશી ઘેને ઘમરોળે..!
છુંદણાના મોરલિયા ગ્હેકી ઉઠે છે મારા ચસોચસ કમખાની કસમાં..
રોમરોમ ઉમટતો મીઠ્ઠો રોમાંચ એમાં કેમ રહે મન મારું વશમા..!!
સમૂળગી આયહાય ! લજ્જાઈ મરું એ મારાં હૈયડાને આખું ઝમકોરે…!
એની ફોરમતી મ્હેક હાય ! કેમ કરી ખાળું મને મદહોશી ઘેને ઘમરોળે..!
એવું તે કેવું આ તો અજુગતું થાય હું તો પડછાયાથી યે શરમાઉં..
ભરી બજારમાં અધ્ધર ચાલું ને વળી મનમાં ને મનમાં હરખાઉં..
ઓલા ભમરાના ગુંજનમા ફુલડું ઝૂમે ને મારું લટકાળુ તન,મન ડોલે..!
એની ફોરમતી મ્હેક હાય ! કેમ કરી ખાળું મને મદહોશી ઘેને ઘમરોળે..!
ઓચિંતા આમ કેમ લાગે પરાયા ઓલા પિયરનાં રણઝણતાં ઝાંઝર..
ઓળઘોળ વ્હાલભર્યું બચપણ વિત્યું ને છતાં ઝંખે મન વણદેખી મંજર..
એક જ ઈશારે લ્યા ! હાલી જાઉં સંગમાંય સાવ રે અજાણ્યા સંજોગે…!
એની ફોરમતી મ્હેક હાય ! કેમ કરી ખાળું મને મદહોશી ઘેને ઘમરોળે…!
-શર્મિષ્ઠા”શબ્દકલરવ”.

Lovely,Lovely,Lovely.
LikeLiked by 1 person
Thank you very very much…🥀🥀🥀
LikeLike
Welcome. Expect more such beauties from you.
LikeLiked by 1 person
I will trying for it.
LikeLike