કદીક નજરું નડે તો કદીક બોલી નડે.
કદીક ખામોશ મૌનની ચુપ્પી નડે.
કદીક દિવાલ નડે તો કદીક બારી નડે,
કદીક ખુલ્લા આકાશની ક્યારી નડે.
કદીક રસ્તા નડે તો કદીક ચરણ નડે,
કદીક ગમતીલી મંઝિલનાં રાહી નડે.
કદીક મેળા નડે તો કદીક એકાંત નડે,
કદીક મોંઘા તે મૂલની શાંતિ નડે.
કદીક વચન નડે તો કદીક નફરત નડે,
કદીક સંબંધને તાંતણે, પ્રેમ પણ નડે.
કદીક સરળ નડે તો કદીક સંઘર્ષ નડે,
કદીક આડી-તેઢી હાથની રેખા નડે.
નડતર વેંઢારતું જીવન છે પળેપળ,
કદીક નડતર વગરનું જીવતર નડે
~શર્મિષ્ઠા.”શબ્દકલરવ”
