બસને મેઘા
કેટલું વરસસે ?
વિરમ હવે.
અતિ પ્રેમમાં
થાય ગૂંગળામણ,
વિરમ હવે.
બાલુડા તારા
નિ:સહાય ભટકે,
વિરમ હવે.
તું અન્નદાતા
અમ તારે આશરે,
વિરમ હવે.
માપમાં રહો
થઈ લાડકવાયા,
વિરમ હવે.
બચાવ થોડી
અમીરસ હેલીઓ
વિરમ હવે.
આવતે સાલ
ફરી કરજે મહેર,
વિરમ હવે.
-શર્મિષ્ઠા”શબ્દકલરવ”.
