ન ભૂલી શકું તો કહો શું કરું હું ?
ફરીને ફરી યાદ ઢાળે ઢળું હું.
નજર એમની છે નશાની દુકાનો,
ખરીદી નશો બસ નશામાં રહું હું.
ગમો અણગમો શું ? રહું મસ્ત મૌલા,
સનમ છું, નવાબી મિજાજે હસું હું.
ન વાદે વિવાદે, ન ગુસ્સે, પરાણે,
હ્દયના સહજ ભાવ વિશ્વે મળું હું.
ઉમર વેડફી છે અમે તો શરમમાં,
કહાની ન કિસ્સો, કવનમાં વસું હું.
ન આવો અરે ઉર્મિઓ એક સાથે,
દરદ સામટું ક્યાં જઈને રડું હું ?
ધગશના ધખારા ન શમતા હ્દયમાં,
ધખારે ધખારે વધારે બળું હું
તડપ જીંદગીભર પ્રણયના ઝુરાપે
રવાની ભુલી ઓટમાં વિસ્તરું હું.
અમોને ડુબાવ્યા અમારા સહારે,
કહો શેં અવરના ભરોસે તરું હું ?
ન આસાન બચવુ કરમ કાયદાથી
પડે ભોગવા ફળ ન ટાળી શકું હું.
-શર્મિષ્ઠા”શબ્દકલરવ”.

Khub j saras👌👌
LikeLiked by 1 person
Thanks.. Thanks a lot..❣️
LikeLike