શબ્દ ! સુખ-પારણાં !
શબ્દ ! શાંતિ-કારણાં !
ઊર્મિ-ઝરણે ખળખળ વહેતાં નાદ સંગાથે તેડી.
અણ-જાણ્યા કો અગમ પંથે શબ્દ કંડારે કેડી.
શબ્દ ! પ્રેમ-તારણાં !
શબ્દ ! શાંતિ-કારણાં !
અખંડ શબ્દ, પ્રચંડ શબ્દ, શબ્દે ભરું ઉડાન.
શબ્દ રંગો ભરી ઉછંગે , શબ્દે ચઢું પરવાન.
શબ્દ ! અનંતે-બારણાં !
શબ્દ ! શાંતિ-કારણાં !
શબ્દ પૂજન, શબ્દ અર્ચન, શબ્દ મલકનો કાઝી.
શબ્દ શક્તિ, શબ્દ ભક્તિ, શબ્દ અલખનો રાઝી.
શબ્દ ! મોક્ષ-કારણાં !
શબ્દ ! શાંતિ-કારણાં !
-શર્મિષ્ઠા”શબ્દકલરવ”.
