હરણાંઓ માફક દોડું છું.
કસ્તૂરી સૂંઘી ભટકું છું
નગર નગર ઘૂમીને આખર,
જંગલનો મારગ શોધું છું.
કાવડ લઇને ખુદના જ ખભે,
સપનાનો ભારો જોખું છું.
પથ્થર જેવાં જડ નાતા ને,
ઝરણું સમજીને વ્હાવું છું.
શ્રાવણની સરવાણી પીને,
મીઠી નિંદરમાં પોઢું છું.
આવ કદી પળ બે પળ માટે,
દિનરાત તને હું ઝંખું છું.
-શર્મિષ્ઠા”શબ્દકલરવ”.

Not just BEAUTIFUL…..this one is SUPERB!
LikeLiked by 1 person
Thank you.. Thank you so much sir.
Your opinion is so miningful for me…🌹🌹❣️🙏🏼
LikeLike
You are most welcome……and please address me by my first name…THANK YOU.
LikeLiked by 1 person
Ok.🌷🌷🌷
LikeLike