હે પરમેશ્વર !
ઢળતી સાંજે
ઠંડા પવનની લ્હેરખી
રતુંમડા સૂર્યને
દરિયામાં હડસેલી રહી છે
બીજી બાજુ
આવું આવું કરતો
શ્વેત શીતળ ચંદ્રમાં
ને હું..
જાઉં જાઉં કરતી
નેજવે નજરું લંબાવી
તારી આવું આવુંની
રાહ જોતી
આમ જ ઊભી છું.
અધવચ્ચે, ક્ષિતિજ દ્વારે,
તુજ મિલન સ્મરણે,
લજ્જા ભરેલાં
રતુંમડા મુખે.
ઢળતી સાંજે..
-શર્મિષ્ઠા”શબ્દકલરવ”.
