#gujaratipoetry #mygazal

સખી કાગળ-કલમ સંવેદનાની વાત જાણી લે !
બની સ્યાહી વહે એ અશ્રુનો સંવાદ જાણી લે !

અગર તું ફૂલ થઇ સમજી શકે, માણી શકે એને.
અમે ઝાકળ બની ઉપસાવશું કૈં ભાત જાણી લે !

કદી કૂપળ ખરે જો ભર વસંતે, દર્દ શેં સ્હેવું ?
રડે જે એકલું એ વૃક્ષના જજબાત જાણી લે !

ભલે હો એક સંગે પણ, અલગ છે તન અને મન તો,
જરા તારી તને ઓળખ કરાવું જાત જાણી લે !

મને લાગે કે ધરતી, ચાંદ, તારા પણ કહે છે એ,
સુખી થા સ્નેહ સંપે, ગૌણ છે સંતાપ જાણી લે !

-શર્મિષ્ઠા”શબ્દકલરવ”.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s