#gujaratipoetry #songs #geet

આખર હાલે તારી જ મરજી, પામર મારી જાત.
હાય અરેરે ! તોયે મનડું શાને કરે ઉત્પાત ?

દીધો ભલેને દેહ દીધો; ન્હોતું દેવું મન.
એનાથી આ બધી ઉપાધિ, જંપવા ના દે તન.
ઘડી એ હરખે, ઘડી એ તડપે, કદી કરે ફરિયાદ..
હાય અરેરે ! તોયે મનડું શાને કરે ઉત્પાત ?

માનવીની આ માનવતાના કેટકેટલાં રૂપ !!
મનની અંદર મનને કરવી કેટલી છૂપાછૂપ !!
જાણું છું હું ખુદને તો પણ ખુદથી છું અણજાણ..
હાય અરેરે ! તોયે મનડું શાને કરે ઉત્પાત ?

સાચે પ્રભુજી દેવું ન્હોતું આ લાગણીયાડુ મન
સુફિયાણુ થઈને રહેતે, રળિયાતુ આ તન
ચક્કર ચક્કર ઘૂમ્યા કરતું દિવસ હો યા રાત
હાય અરેરે ! તોયે મનડું શાને કરે ઉત્પાત ?

-“શર્મિષ્ઠાશબ્દકલરવ”.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s