#gujaratipoetry #mygazal

આખરી રસ્તે મને ના છળ હવે
તું જ છે આધાર બસ તું મળ હવે.

છળકપટ ને દાવપેચો ક્યાં સુધી ?
સંગ છે તો પ્રેમ થઇને ભળ હવે.

નસનસે ફૂટ્યા ઝરણ કંઇ સ્નેહના
ખળભળે લ્યો રણ વચાળે જળ હવે.

આવશે એ આવશેની આશ લઇ,
હે મુરખ મન તું તો બસ ટળવળ હવે.

પામવા સુખ, ક્યાં સુધી ભમતો રહું ?
જાય ઘટતા શ્વાસ આ પળપળ હવે.

લ્યો, તમસ પળવારમાં હારી ગયું !
રોશની હરિ નામની ઝળહળ હવે.

ભક્તિ ભાવે પામશું ઈશ્વર શરણ.
પૂર્ણ છે શ્રદ્ધા નથી અટકળ હવે.

-“શર્મિષ્ઠાશબ્દકલરવ”.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s