શબ્દ સુણવા મન અધીરું તળવળે.
આ અબોલે તો હ્રદય મારું બળે.
છે અસર કેવીક એના પ્યારમાં
કે નજર મળતાં દિલે શાતા મળે
વ્હેણ થઇ ધસમસ વહે એ રક્તમાં
એક દરિયો આ દિલે પણ ખળભળે
તીર કે તલવારથી પણ આકરાં,
શબ્દ ઓથે વાર દિલને જે મળે.
હાથ ઉઠ્યા છે દુઆ એ માંગવા.
જે તમે માંગ્યું જગત તમને મળે.
-શર્મિષ્ઠા”શબ્દકલરવ”.

સુંદર
LikeLiked by 1 person
ખૂબ ખૂબ આભાર..🌹🌹
LikeLiked by 1 person