વાત મોઘમ કોઈ બનવા દે હવે.
કે મિલન હા, એક કરવા દે હવે.
ઘુંટવા ક્યાં જઈ દિલોનાં દર્દને,
ઊભરા થોડાંક શમવા દે હવે.
કૈં ઇશારામાં વિતે ના જીંદગી,
વાત જગજાહેર કરવા દે હવે.
આમ તડપીશું વિરહમાં ક્યાં લગી,
જાત સાથે જીવ મળવા દે હવે.
સાવ ભૂલી જઉં હવે ક્યાં શક્ય એ,
આવ તારાંમાં જ ભળવા દે હવે.
વેદના દર્દો ભરી છે રાહ આ,
છે હ્રદયમાં ઈશ્ક બળવા દે હવે.
-“શર્મિષ્ઠાશબ્દકલરવ”.
