પાંપણે આંજી
બે ચાર સ્વપ્ન
ઝૂમ્યું જરા આ મન.
ત્યાં તો વ્યાપી ગયો
ચચરાટ આંખે
ને દદળી પડ્યાં
બે ચાર આંસુઓ !
મહા મહેનતે
બે ચારને,
રોકી રાખ્યાં
આંખની પાળીએ.
ને રચાયું જીવનમાં
અતરંગી,
સતરંગી,
મનરંગી,
મેઘધનુષ !
-“શર્મિષ્ઠાશબ્દકલરવ”.

પાંપણે આંજી
બે ચાર સ્વપ્ન
ઝૂમ્યું જરા આ મન.
ત્યાં તો વ્યાપી ગયો
ચચરાટ આંખે
ને દદળી પડ્યાં
બે ચાર આંસુઓ !
મહા મહેનતે
બે ચારને,
રોકી રાખ્યાં
આંખની પાળીએ.
ને રચાયું જીવનમાં
અતરંગી,
સતરંગી,
મનરંગી,
મેઘધનુષ !
-“શર્મિષ્ઠાશબ્દકલરવ”.